પ્રમુખશ્રી નું નિવેદન

પ્રમુખશ્રી નું નિવેદન

Image Here

શિવાભાઈ હરખાભાઇ ચૌધરી

પ્રમુખશ્રી નું નિવેદન

સમાજના તમામ ભાઈઓ, બહેનો તથા વડીલો ને સંબોધતા સહર્ષની લાગણી અનુભવું છું. ‘‘અખિલ આંજણા યુવા સંગઠન’’ સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો તથા કારોબારી સભ્યો તરફથી ‘‘આંજણા મેગેઝીન’’ આપની સમક્ષ રજુ કરતાં હર્ષની લાગણી અનુભવું છું. આ મેગેઝીન સમાજ સમક્ષ પીરસવાનો હેતુ સમાજને સમાજથી પરિચિત કરાવવાનો હોઈ સમાજના તમામ સભ્યો તથા સમાજના તમામ વ્યક્તિઓ તેનો મહત્તમ લાભ ઉઠાવે તેવી મારી મનોકામના છે. સમાજના છેક છેવાડાથી છેવાડાના વ્યક્તિ સુધી આપનો આ અંક પહોંચે તથા પ્રત્યેક વ્યક્તિમાં સામાજિક જાગૃતિ આવે તેવી મારી શુભેચ્છા છે.

આ મેગેઝીનથી સમાજને આપણે ચોક્કસ પણે પ્રગતિના માર્ગે લઇ જઈશું એવી ખાતરી છે. સેવાકીય યજ્ઞ રૂપી થતાં કર્યો માટેનું આપણું આ પ્રથમ પગથિયું છે. આજ રીતે સતત આપણા આવા અંકો પ્રગટ થતા રહેંશે અને સમાજ માટે જ્ઞાન રૂપી ગંગાનો ધોધ વહાવતા રહેશે. સમાજની પ્રત્યેક વ્યક્તિના અમે આભારી છીએ કે આ પ્રકારની પહેલ કરવા માટે અમને પ્રેરણા આપી.

હવેથી આપણે સમાજ માટે નવી રાહ અને દિશા નક્કી કરવાની છે તેથી આપણા સંગઠનમાં વધુ માં વધુ લોકો જોડાઈ સમાજ સેવામાં ભાગીદાર બની પોતાનો અમૂલ્ય ફાળો આપે તેવી અમારી સૌની અભિલાષા છે. આપણા બધાના સાથ અને સહકારથી આપણે સમાજને સફળતાના અગ્રીમ મુકામે પહોંચાડવા માટે કટિબદ્ધ બનશું.

આપણો શિવાભાઈ હરખાભાઇ ચૌધરી
( પ્રમુખ ‘‘અખિલ આંજણા યુવા સંગઠન’’ )