about us

“અખિલ આંજણા યુવા સંગઠન,ગુજરાત રાજય” એક પરિચય

                            સૌ પ્રથમ આપણે આ સમાજના સૂત્ર ઉપર જઈએ.‘સંગઠિત સમાજ શક્તિશાળી સમાજ ’. આ વાક્ય ઘણું બધુ કહી જાય છે. સંગઠન એ જ શક્તિ છે. સંગઠન વગર કોઈ પણ વ્યક્તિ શક્તિશાળી બની શકતો નથી. કેમ કે,કોઈ પણ સંગઠનની અંદર એક કરતાં વધારે માણસો ભેગા થાય છે,જોડાય છે અને આથી ઘણા બધા વ્યક્તિઓની શક્તિ તેમાં ભળે છે. આપણે એ પણ જાણીએ છીએ કે,દરેક માણસની અંદર કઈક ને કઈક કાબેલિયત અથવા હુનર રહેલું હોય છે. હવે સંગઠન બનવાથી આ અલગ અલગ કાબેલિયત કે હુનર ભેગા થાય છે અને શરૂ થાય છે નવી શક્તિનો સંગ્રહ. આ સંગ્રહથી નવા નવા વિચારો મળે છે,નવી નવી યોજનાઑ મળે છે,નવી નવી તકો ઊભી થાય છે,નવા નવા પ્રશ્નોના નિરાકરણ કરી શકાય છે. ભૂતકાળમાં પણ આપણા ક્રાંતિકારીઓ જેવા કે,રામપ્રસાદ બિસ્મિલ,રાજેન્દ્ર લાહિડી,અસ્ફાફ ઉલ્લા ખાન,ચંદ્રશેખર આજાદ,ભગતસિંહ,સુખદેવ,રાજગુરુ,બટુકેશ્વર દત્ત વગેરે એ સંગઠન બનાવ્યું હતું તથા તેના થકી જ આજડી માટેની લડત ચલાવી હતી. તે જ રીતે કોંગ્રેસ (એટ્લે કે “લોકોનો સમૂહ”) ની રચના પણ આજડી માટે એ.ઓ.હ્યુમ નામના અંગ્રેજે કરી હતી.
 
                          આમ સંગઠન વગર કોઈ પણ સમાજ કે રાષ્ટ્રની  ઉન્નતિ શકય નથી. રાષ્ટ્રની ઉન્નતિ ત્યારે જ શક્ય બને જ્યારે સમાજની ઉન્નતિ થાય. અને સમાજની  ઉન્નતિ ત્યારે જ થાય જ્યારે સમાજ સંગઠિત બને. આજ હેતુથી  અખિલ આંજણા યુવા સંગઠન,ગુજરાત રાજ્યની સ્થાપના  શ્રી શિવાભાઈ હરખાભાઇ ચૌધરીએ તા.2/1/2011 ના રવિવારે 10 વાગ્યે લાભ ચોઘડીએ કરવામાં આવી હતી. શરૂઆતમાં સંગઠનમાં ફક્ત 33 સભ્યો હતા જે સંખ્યા આજ દિન સુધી માં એક લાખ સાઠ હજાર સુધી પહોંચી ગઈ છે. તેની અંદર બહેનો પણ શામેલ છે. આ ઉપર થી તારણ કાઢી શકાય કે,સંગઠન દિન પ્રતિદિન પ્રગતિના શિખરો સર કરી રહ્યું છે. સંગઠન માં બધાના અંગત વિચારો ધ્યાન માં લઈ તેના ઉપર વિવિધ કાર્યક્રમો કરવાની શરૂઆત કરવામાં આવી છે.
 
                          આ સંગઠનનો ઉદેશ માત્ર સમાજ સેવાનો છે અને તેમાં કોઈ પણ વ્યક્તિ નો અંગત સ્વાર્થ રહેલો નથી. આ વાત આ સંગઠનનો પાયાનો હેતુ છે. ‘સમાજ સેવા એ જ પ્રભુ સેવા’એ સૂત્રમાં માનનારું આ સંગઠન અત્યાર સુધી સમાજના જાગૃતિના અને સેવાના કર્યો આપી ચૂક્યું છે. સંગઠનનો પ્રત્યેક વ્યક્તિ પોતાના તન,મન અને ધનથી શક્ય તેટલી મદદ કરી સમાજ સેવાના આ યજ્ઞમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી રહ્યો છે. આ સંગઠન નું મહત્વનું પાસું એ છે કે કોઈ પણ વ્યક્તિ પાસેથી એક પણ રૂપિયાનું દાન લેવામાં આવતું નથી. જે પણ કાર્યક્રમનો ખર્ચ થાય તે સંગઠનના સભ્યો સ્વ-ખર્ચ ભોગવે છે. વધુમાં સમાજના વ્યક્તિઓના ચૂંટણી પ્રચાર જેવા કાર્યકર્મો માટે પણ સ્વ-ખર્ચે પ્રચાર અભિયાન ચલાવવામાં આવે છે. આજના આવા અતિ ખર્ચાર યુગમાં પોતાના ખર્ચે સમાજ સેવા કરનાર સંગઠનો ક્યાય જોવા માલ્ટા નથી. આથી જ આ સંગઠન પોતાની આગવી ઓળખ ઊભી કરે છે. તેમ સ્પષ્ટ પણે જોઈ શકાય છે.
 
                          સંગઠનનું આગામી ધ્યેય પણ આજ રીતે સતત સ્વ-ખર્ચે સામાજિક કાર્યકર્મોનું રહેશે. આ માટે સંગઠનના તમામ સભ્યો જાગૃત છે. સમાજ સેવાથી મોટો કોઈ ધર્મ નથી એ વાતને આગળ ધપાવનાર સંગઠનના પ્રમુખ શ્રી શિવાભાઈ ચૌધરી અને તેમની આખી ટીમ આ માટે સતત હોમવર્ક કરી રહી છે. ઘરે ઘરે શુભેચ્છા મુલાકાત લઈ સંગઠનનો પરિચય કરાવી સંગઠને વિસ્તારવાનો મહાયત્ન કરી રહી છે. ગુજરાત ના કુલ 1253 ગામડાઓનો પ્રવાસ કરી ચૂકેલી આત્મવિશ્વાસથી ભરપૂર આ ટીમમાં વડીલોનો અનુભવ,યુવાઓનો ઉત્સાહ તથા બહેનો અને માતાઓનો ભાવ જોડાયેલો છે. સમાજના વડીલો તથા રાજકીય આગેવાનો જેવા કે,શેઠ શ્રી હરિભાઇ ચૌધરી,મંત્રીશ્રી પરબતભાઇ,મંત્રીશ્રી હરિભાઇ ચૌધરી,માનનીય અણદાભાઈ,નાથાકાકા,માનનીય વિપુલભાઈ ચૌધરી તથા માનનીય અમિતભાઈ ચૌધરીના આશીર્વાદ લઈ શરુ કરેલા આ સંગઠનમમાં અત્યારે ડોક્ટરો,વકીલો,અધિકારીઓ,શિક્ષકો જેવા પ્રતીષ્ઠિત વ્યક્તિઓ જોડાયા છે. જે વ્યક્તિઓ સમાજને સાચી દિશા તથા દીર્ઘદ્રષ્ટિ આપી શકશે.
 
                            સંગઠનના પ્રમુખશ્રીનો મંત્ર છે કે,પૈસા વગર પણ સમાજની સેવા કરી શકાય છે જો સેવા કરવાની વૃતિ હોય તો. આ મંત્ર સંગઠનનના દરેક સભ્યને સારી રીતે સમજી તથા જાણી લીધું છે. સંગઠન જોડે આવનારા કામોની યાદી અગાઉથી તૈયાર કરવાનું કામ પણ સભ્ય કરે છે. આ મુજબ ઘણા લક્ષ્યાંકો પ્રાપ્ત કરેલ છે. તથા ઘણા લક્ષ્યાંકો પૂરા કરવાના છે. તેના માટે દરેક વ્યક્તિ પ્રયત્નશીલ  છે. સમજણીબ સમસ્યાઓ પણ આ સંગઠન સાંભરે છે અને તેનો ત્વરિત હલ થાય તેની તકેદારી પણ સંગઠન રાખે છે.